મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયાની યુવતીનું હાર્ટ ફેઈલ


SHARE







ટંકારાના નાના ખીજડીયાની યુવતીનું હાર્ટ ફેઈલ

બે મોટર સાયકલ સાથે રીક્ષા અથડાતા બે યુવાનોને ઈજા

મોરબીના ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતી યુવતી બીમાર હોય વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ વડે મોરબી લાવતા અત્રે સારવાર દરમ્યાન તેણીનું હૃદય બેસી જતા મોત નિપજયું હતું.

 મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા પરીવારની અનિષાબેન રહીમભાઈ ઉઠામણા નામની 28 વર્ષની યુવતી બીમાર હોય બીમારી સબબ તેણીને એમ્બ્યુલન્સ વડે અહીંની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી.અહીં સારવાર દરમ્યાન તેનું હૃદય બેસી ગયું હતું. અને ટ્રીટમેન્ટ આપતા હદય ચાલુ થઈ ગયું હતું. બાદમાં પુન:હદય બેસી જતા અનિષાબેનનું મોત નિપજયું હતું. હોસ્પીટલ દ્વારા જાણ કરવામાં આવતા અહીંના એસ.એમ. કમોયાએ પઆથમીક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઈજા

 ધ્રોલના રહેવાસી લક્ષ્મણ કપીલભાઈ સાહની નામના 35 વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતા અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે માળીયા (મીં)ની માલાણી શેરીમાં રહેતા પરીવારનો મહમદઅયાઝ અનવરભાઈ નામનો 15 વર્ષનો સગીર ઘર પાસે સાયકલ ચલાવતો હતો ત્યારે અકસ્માતે ઈજા થતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.

બીમારી સબબ મોત

 મોરબીના જેતપર રોડ રંગપર (બેલા) ગામ પાસે આવેલ લોવિકા સિરામીક પાસે રહીને ત્યાં મજુરી કામ કરતા લક્ષ્મીબેન દાદરભાઈ હેમરમ નામની 27 વર્ષની મહીલા બે-ત્રણ દિવસથી બીમાર હતી અને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવેલ. જયાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગે સ્ટાફના એન.જે. ખડીયાએ તપાસ કરી હતી.

બાઈક-રીક્ષા અકસ્માત

 મોરબી શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસેથી રફીકભાઈ સલેમાનભાઈ ખુરેશી (45) રહે. કાલીકા પ્લોટ શેરી નંબર 3, રવાપર રોડ વાળા બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા સાથે અથડામણ થતા રફીકભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જયારે ખરેડા ગામનો પ્રતિક નંદલાલ ચાડમીયા (24) નામનો યુવાન બુલેટ લઈને નવા બસ સ્ટેશન સામેથી જતો હતો ત્યારે તેના વાહન સાથે રીક્ષા અથડાતા ઈજાગ્રસ્ત પ્રતિકને પણ ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયો હતો.

ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં

 મોરબીના ઉમિયા સર્કલથી અવની ચોકડી જતા રસ્તે પેટ્રોલ પંપની સામે બાઈક સાથે અન્ય બાઈક અથડાયું હતું. જે બનાવમાં ચેતનાબેન મુકેભાઈ કાનાણી (ઉ.42) રહે. રવેચીનગર, ધર્મલાભ સોસાયટી પાસે શનાળા રોડ, મોરબીને ઈજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News