મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામી નારાયણ મંદિર પાસે બનાવેલ દિવાલ તોડવા સામાજીક કાર્યકરોની માંગ


SHARE









મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામી નારાયણ મંદિર પાસે બનાવેલ દિવાલ તોડવા સામાજીક કાર્યકરોની માંગ

મોરબીની મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામી નારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને ત્યાં નદી પાસે એક મોટી દીવાલ બનાવવામાં આવેલ છે જેના લીધે નદીનું પાણી અવરોધાઈ અને શહેરમાં નુકશાની થાય તેવી શક્યતા છે જેથી કરીને આ ગેરકાયદે બનાવવામાં આવેલ દીવાલને તોડી પાડવામાં આવેલ તેવી માંગ સામાજિક કાર્યકરોએ કરેલ છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડિયા દેવેશ, ગીરીશભાઈ કોટેચાએ મુખ્યમંત્રી, મોરબીના કલેકટર, મનપાના કમિશનર અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરીને મચ્છુ નદીના કાંઠે બની રહેલ BAPS સ્વામી નારાયણ સંસ્થાના મંદિરના સંચાલકો દ્વારા ૩૦ ફૂટ ઉંચી દીવાલ બનાવવામાં આવેલ છે જેથી કરીને નદીમાં આવતું પાણી ચોમાસામાં અવરોધાઈ અને શહેરમાં નુકશાની થાય તેવી પૂરેપુરી શક્યતા છે જેથી મોરબીમાં પૂર જેવી કોઈ દુર્ઘટના બને તે પહેલા મંદિરના સંચાલકો દ્વારા ગેરકાયદે બનાવવામાં આવેલ દીવાલ તોડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, અગાઉ મોરબીના કલેકટર દ્વારા આ દીવાલને તોડી પાડવાનો હુકમ કરવામાં આવેલ હતો પરંતુ આજની તારીખે પણ દીવાલ તોડવામાં આવેલ નથી. ત્યારે જો મનપા દ્વારા દુકાન પાસેના ઓટલા અને છાપરાના ગેરકાયદે દબાણો તોડવા માટેની કામ કરવામાં આવે છે તો પછી લોકોના જીવ માટે ચોમાસામાં જોખમી બની શકે તેવી દીવાલને તોડવા માટેની કામગીરી કેમ કરવામાં આવી રહી નથી. તે સૌથી મોટો સવાલ છે.




Latest News