મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ 4600 ની રોકડ સાથે પકડાયા


SHARE































ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ 4600 ની રોકડ સાથે પકડાયા

ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર સ્મશાન પાસે બાવળની જાળીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો ત્યાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 4600 ની રોકડ કબ્જે કરી હતી અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર સ્મશાન પાસે બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિગુભાઈ કરસનભાઈ સોલંકી (40), નાસીરભાઈ હુસેનભાઇ મેસાણીયા (27) અને ગુલામદસ્તગીરી બાબુશા શા (41) રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 4,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબીના કાલિકા પ્લોટમાં પરસોતમ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ઇબ્રાહીમભાઈ સફીભાઇ હોકાવાળા (42) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 350 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે

120 લિટર દેશી દારૂ

મોરબીના લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલની સામેના ભાગમાં રહેતા શોભનાબેન હમીરપરાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 120 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 24 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી મહિલા શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (38) રહે. લખધીરપુર રોડ વૈભવ હોટલ સામે મોરબી વાળીની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.












Latest News