મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને માળીયામાં દારૂની વિદેશી દારૂની ત્રણ રેડ, 29 બોટલ દારૂ-72 બિયરના ટીન કબ્જે: 4 શખ્સ પકડાયા-બેની શોધખોળ


SHARE









મોરબી, વાંકાનેર અને માળીયામાં દારૂની વિદેશી દારૂની ત્રણ રેડ, 29 બોટલ દારૂ-72 બિયરના ટીન કબ્જે: 4 શખ્સ પકડાયા-બેની શોધખોળ

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ કાચા રસ્તા ઉપર વિનાયક વે બ્રિજની પાછળના ભાગમાં પાટીદાર સ્ક્રેપની બાજુમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 12 બોટલ દારૂ તથા 70 બિયરના ટીન સાથે બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે 37,000 ની કિંમતના દારૂ બિયરના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી અને અન્ય બે શખ્સના નામ સામે આવ્યા હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી સામે કાચા રસ્તા ઉપર વિનાયક વે બ્રિજની પાછળના ભાગમાં પાટીદાર સ્ક્રેપની બાજુમાં ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 12 બોટલો તથા અલગ અલગ બિયરના 70 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 37,000 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો અને આ મુદ્દામાલ મંગાવીને પોતાના કબજાના રાખીને વેચાણ કરનારા ઈમ્તિયાઝ મુસ્તુફાભાઈ સિપાહી (38) રહે. પંચાસર રોડ જનક સોસાયટી બ્લોક નં-122 મોરબી અને ધ્રુવભાઈ કાંતિભાઈ ફુલતરીયા (37) રહે. બોની પાર્ક શેરી નં-2 રવાપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જનકસિંહ ઝાલા રહે. રંગપર અને રાજસ્થાની ડ્રાઇવર આમ બે શખ્સોના નામ સામે આવ્યા છે જેથી કુલ મળીને 4 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

માળીયા (મી)ના ખાખરેચી ગામે રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા 1,600 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે નવઘણભાઈ ભીમાભાઇ સનુરા (22) રહે. જુના ઘાટીલા તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે.

15 બોટલો-2 બિયરના ટીન કબ્જે

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના નાળા પાસે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી તેને સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 15 બોટલો તથા બિયરના 2 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 4,140 ની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કાળુભાઈ દિલુભાઈ ખાચર (37) રહે. ઠિકરીયાળી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News