મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો  લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો મોરબીના સાપર-ગાળા વચ્ચે બાઈક સ્લીપ થઈ રોડ નીચે ઉતરી જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના માલણીયાદ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE















હળવદના માલણીયાદ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

હળવદના માલણીયાદ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વડોદરા સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માલણીયા ગામની સીમમાં દયારામ નાનજીભાઈ પરમારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રક્ષાબેન અરવિંદભાઈ રાઠવા (26) નામની મહિલાએ ગત તા. 5/6 ના રોજ સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ

મોરબીના આલાપ રોડ ઉપરથી બાઈક ઉપર બે શખ્સ પસાર થતા હતા તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 470 રૂપિયાની કિંમતની દારૂની બે બોટલો કબજે કરી હતી તથા બાઇક નંબર જીજે 36 એએચ 5000 જેની કિંમત 30,000 રૂપિયા મળીને 30,470 ની કિંમતના મુદ્દામાલ સાથે સાહિલ મુકેશભાઈ જાદવ (19) રહે. રવાપર રોડ ભવાની સોડા પાછળની શેરી મોરબી તથા અભય સુનિલભાઈ સરવૈયા (21) રહે. હુડકો ક્વાર્ટર પરસોતમ ચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News