મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા ગામે દુકાનના તાળા તોડીને રોકડા 10,000 ની ચોરી


SHARE













વાંકાનેરના ભોજપરા ગામે દુકાનના તાળા તોડીને રોકડા 10,000 ની ચોરી

વાંકાનેરના ભોજપરા ગામે યુવાનની દુકાનના તાળા તોડીને ટેબલના ખાનામાં રાખવામાં આવેલા રોકડા રૂા.10,000 ની ચોરી કરવામાં આવી છે.જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામે રહેતા એજાજએહમદ ઇસ્માઇલભાઇ માથકીયા (34) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે ગત તા.20/3 ના રાત્રિના 11 વાગ્યાથી લઈને તા.21/3 ના સવારના 7 વાગ્યા સુધીના સમયગાળામાં કોઈપણ સમયે તેની દુકાનના દરવાજા ઉપર મારેલ લોકને તોડી નાખીને ટેબલના ખાનામાં રાખવામાં આવેલ રોકડા રૂા.10,000 ની ચોરી કરવામાં આવેલ છે.જેથી હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમા ઈજા

મોરબીની સિલ્વર પાર્ક સોસાયટી ખાતે રહેતા મનિષાબેન અશોકભાઈ ભાડેસીયા નામના 50 વર્ષના મહિલાને તેઓના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા દ્વારા નોંધ કરી તપાસ કરાવામાં આવી હતી.જ્યારે મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સલીમ નૂરમામદભાઈ ખલીફા નામના 40 વર્ષીય યુવાનને વીસીપરા વિસ્તારમાં કોઈ અજાણ્યો વ્યક્તિ માથાના ભાગે પથ્થર મારીને ભાગી ગયો હોય ઇજા પામેલી હાલતમાં સલીમભાઈને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી વિસીપરા વિસ્તારમાં રહેતા સબાનાબેન અલીભાઈ માણેક નામની 43 વર્ષીય મહિલાને પણ મારામારીમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

માળિયા મીંયાણાના હરીપર ગામ પાસે કાર સાથે ટ્રક અથડાવાના અકસ્માત બનાવમાં ડિમ્પલબેન નરપતભાઈ ચૌધરી (25) અને રમકુબેન અખારામ ચૌધરી (25) બંને રહે.હરિઓમ પાર્ક ઘુંટુ ને ઇજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે ઘુંટુ પાસેના કારખાનામાં રહી મજૂરી કામ કરતાં મોહનભાઈ ભગીલાલ ભાટ્ટી નામના 30 વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના જુની પીપળી રોડ સિફોન સિરામીક પાસે મારામારીના બનાવમાં જમણા હાથ અને ગુપ્ત ભાગે ઇજા થતા અમિત ઈન્દ્રપાલ ગુપ્તા નામના 27 વર્ષના યુવાનને પણ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News