મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે માટી નાખવાનું કામ ન રાખ્યું હોવા છતાં શંકા રાખીને યુવાનને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી..!


SHARE











મોરબીના જેતપર ગામે માટી નાખવાનું કામ ન રાખ્યું હોવા છતાં શંકા રાખીને યુવાનને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી..!

મોરબીના જેતપર ગામે રહેતા યુવાને માટી નાખવાનું કામ રાખેલ ન હોવા છતાં તેના ઉપર શંકા રાખીને 6 શખ્સો તેના ઘરે ધોકા લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા નવઘણભાઈ વેલાભાઈ ભીલ (40) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પારસ કોળી રહે. ત્રાજપર, બદરી ભાટીયા હિન્દીભાષી રહે. ત્રાજપર અને અજાણ્યા ચાર શખ્સો આમ કુલ છ વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેણે માટી નાખવાનું કામ રાખેલ ન હોવા છતાં તેના ઉપર શંકા રાખીને આરોપીઓ લાકડાના ધોકા સાથે ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો અને ત્યાર બાદ હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી જતા મોરબી લવાયા

વાંકાનેરના અમરસર વિસ્તારમાં રણજીતપરા ખાતે રહેતા હરેશભાઈ કુકાભાઈ સિહોરા નામના ૪૬ વર્ષીય યુવાન વાંકાનેરના ગાયત્રી મંદિર પાછળના ભાગે જંગલ વિસ્તારમાં કોઈ કારણોસર દવા પી ગયા હતા.જેથી તેઓને અહિંની આયુષ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના ડી.એ.જાડેજાએ તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.તેમ પોલીસે જણાવેલ છે.

બાઇક અથડાતા ઇજા

મોરબીના ન્યુ ચંદ્રેશનગર વિસ્તારમાં આવેલ મારૂતિનંદન એપાર્ટમેન્ટ વાળી શેરીમાં બાઇક સાથે બાઇક અથડાવાનો બનાવ બન્યો હતો.આ બનાવમાં જીવાભાઈ ગંગારામભાઈ ગોરીયા (૭૬) રહે..શ્રીમદ રાજ સોસાયટી એલઇ કોલેજ ગ્રાઉન્ડ સામે મોરબીને ઇજા થતા અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી લીલાપર રોડ પાંજરાપોળ પાસેના ખડીયાવાસ વિસ્તારમાં રહેતા પરિવારના રૂદ્ર રમેશભાઈ કુંભારવાડીયા નામનો આઠ વર્ષનો બાળક બાઈક પાછળ બેસીને જતો હતો તે સમયે ઘર નજીક બાઇકમાંથી પડી જતા ઈજા પામેલ હાલતમાં અત્રે આયુષમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબી કાલિકા પ્લોટ દરગાહ વાળી શેરી ખાતે રહેતા મહેશભાઈ કમાભાઈ દેવીપુજક (૨૮) અને શીતલબેન મહેશભાઈ (૨૬) ને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે વાવડી રોડ સોમૈયા સોસાયટી ખાતે રહેતા વાલજીભાઈ મહાદેવભાઇ ચાવડા નામના ૪૦ વર્ષના યુવાનને પણ તેના ઘર પાસે કોઈ કારણસર બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઈજા થતાં સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બંને બનાવો અંગે હોસ્પિટલમાંથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસે જણાવેલ છે.






Latest News