મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં પતિ-પત્ની સહિત ચાર વ્યક્તિને બે શખ્સોએ માર માર્યો: પથ્થરના છુટ્ટા ઘા કરીને ઇકોમાં કર્યું નુકશાન


SHARE









મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં પતિ-પત્ની સહિત ચાર વ્યક્તિને બે શખ્સોએ માર માર્યો: પથ્થરના છુટ્ટા ઘા કરીને ઇકોમાં કર્યું નુકશાન

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા મહિલાના ઘર પાસે બે શખ્સો ગાળો બોલી રહ્યા હતા જેથી કરીને તે મહિલા અને તેના સસરાએ ગાળો બોલનારાઓને ગાળો બોલવાની ના પડી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા બંને શખ્સોએ મહિલાના સસરાને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ છૂટા પથ્થરના ઘા કર્યા હતા જેથી મહિલાને માથા અને છાતીના ભાગે ઇજા થઈ હતી તેમજ તેઓની ઈકો ગાડીમાં પથ્થરના ઘા મારીને નુકસાની કરી હતી અને મહિલાના પતિને "આ બાબતે તમે પોલીસ કેસ કરશો તો તમો બધાને છરીના ઘા મારીને જાનથી મારી નાખશું”તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નં- 22 માં નિશાળ પાસે રહેતા મીનાબેન દિલીપભાઈ કંઝારિયા (23)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ ઉર્ફે બુચિયો દેવજીભાઈ કોળી અને ગીરીશભાઈ નારણભાઈ કંઝારીયા રહે. બંને વજેપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે બંને શખ્સો ફરિયાદીના ઘર પાસે ગાળો બોલતા હતા અને તેવામાં તેઓના સસરા ત્યાં આવતા ફરિયાદી મહિલા અને તેના સસરા મહેશભાઈ ખીમજીભાઈ કંઝારિયાએ આરોપીઓને ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ ફરિયાદીના સસરાને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ફરિયાદીના સાસુને ગાળો આપી હતી તેમજ આરોપીઓએ છુટા પથ્થરના ઘા કર્યા હતા જેથી ફરિયાદી મહિલાને માથા અને છાતીના ભાગે પથ્થર લાગવાથી ઇજાઓ થઈ હતી અને ફરિયાદીના પતિની ઈકો ગાડી નં. જીજે 36 બી 4036 માં પથ્થરના ઘા મારીને તેમાં નુકસાની કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરિયાદી મહિલાના પતિ ત્યાં આવતા બંને આરોપીઓએ ફરિયાદીના પતિ દિલીપભાઈ મહેશભાઈ કંઝારીયાને આરોપીએ કહ્યું હતું કે "આ બાબતે તમે પોલીસ કેસ કરશો તો તમો બધાને છરીના ઘા મારીને જાનથી મારી નાખશું” ત્યારબાદ ભોગ બનેલ મહિલા સહિતના ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા અને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News