મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા ઢુવા ગામમાંથી 70 બોટલ દારૂ-10 બિયરના ટીન ભરેલ કાર સાથે એક પકડાયો: 4.92 લાખનો મુદામાલ કબ્જે


SHARE













વાંકાનેરના નવા ઢુવા ગામમાંથી 70 બોટલ દારૂ-10 બિયરના ટીન ભરેલ કાર સાથે એક પકડાયો: 4.92 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના નવા ઢુવા ગામમાં રામાપીરના મંદીર પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની 70 બોટલ અને 10 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બીયર અને કાર મળીને 4.92 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરીને કાર ચાલકની ધરપકડ કરેલ છે અને દારૂ બિયરનો માલ આપનારનું પણ નામ સામે આવ્યું હોય હાલમાં બે શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકા પીઆઇ ડી.વી.ખરાડીની સૂચન મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં સામતભાઈ છુછીયા તથા અજયસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી મળી હતી જેના આધારે વોચ રાખવામા આવી હતી દરમ્યાન વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામમાં રામપીરના મંદીર પાસે રોડ પરથી બેજા કાર રજી નંબર જીજે 3 એબી 8595 માં નવા ઢુવા ગામે રહેતો અશોકભાઈ હિરાભાઈ ડાભી નામનો શખ્સ દારૂની હેરફેરી કરે છે તેવું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે 70 બોટલ દારૂ, બિયરના 10 ટીન જેની કુલ કિંમત 92,800 તેમજ 4 લાખની કિંમતની કાર મળીને કુલ 4,92,800 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ દારૂ બિયરનો નો જથ્થો ભરી આપનાર ગભરૂભાઈ માત્રાભાઈ ધાધલ રહે. ધોળીયા તાલુકો થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને માલ આપનારા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. આ કામગીરી પીઆઇ ડી.વી.ખરાડીની સૂચના મુજબ રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા, ચમનભાઈ ચાવડા, કિર્તીસિંહ જાડેજા, રાજેશભાઈ પલાણી, બ્રીજેશભાઈ બોરીયા, સામતભાઈ છુછીયા, અજયસિંહ ઝાલા, અશ્વિનભાઈ રંગાણી અને શક્તિસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.




Latest News