મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલ હળવદના મેરૂપર ગામના યુવાનનો મૃતદેહ વતનમાં લાવીને અંતિમક્રિયા કરાઇ, ગામ હિબકે ચડયુ
SHARE
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલ હળવદના મેરૂપર ગામના યુવાનનો મૃતદેહ વતનમાં લાવીને અંતિમક્રિયા કરાઇ, આખુ ગામ હિબકે ચડયુ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતો હતો અને નોકરી હતો જે યુવાન ગત તા 1 ના રોજ ગુમ થયો હતો અને ત્યાર બાદ તેનો તા 6 ના રોજ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને વતનમાં લાવવા માટે સાંસદ અને સરકાર દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો જેથી આજે મોડી સાંજે તે યુવાનના મૃતદેહને મદરે વતન લઇ આવીને અંતિરક્રિયા કરવામાં આવી હતી ત્યારે આખુ ગામ હિબકે ચડ્યુ હતુ.
હળવદના મેરૂપર ગામનો જયદીપસિંહ અજીતસિંહ ડોડીયા (29) નામનો યુવાન છેલ્લા સાતેક વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હતો અને ત્યારબાદ ત્યાં જ તે નોકરી કરતો હતો અને આ યુવાનના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને લગ્નના ત્રણ મહિના બાદ તે યુવાન પોતાના પત્નીને સાથે સિડની લઈ ગયો હતો અને બંને સિડનીમાં રહેતા હતા. જો કે, જયદીપસિંહ ડોડીયા ગત તા. 1 જુનના રોજ રાત્રીના નોકરીએ ગયો હતો અને બાદમાં તે પાછો આવેલ ન હતો જેથી તેના પત્નીએ 2 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા ગુમ થયાની ફરિયાદ ત્યાંની પોલીસમાં આપી હતી અને બાદમાં તા. 6 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં ઘરની બાજુમાંથી નીકળી નદીના કાંઠેથી જ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી તેના પત્નીને બોલાવીને તેના મૃતદેહની ઓળખ કરાવવામાં આવી હતી. જો કે, મૃતક યુવાનના મૃતદેહને વતનમાં લાવવા માટે સુરોન્દ્રનગરના સાંસદ ચંદુભાઇ સિહોરા અને ભારત સહકારનો સહકાર મળ્યો હતો જેથી આજે તા.18 જુને મૃતક જયદીપસિંહ ડોડીયાના મૃતદેહને હળવદના મેરૂપર ગામે લઈ આવ્યૈ હતા અને ત્યારે મૃતક યુવાનના પરિવારજનો સહિત સમગ્ર ગામ હિબકો ચડ્યુ હતુ. અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ મેરૂપર ગામે મૃતક યુવાન જયદીપસિંહ ડોડીયાની અંતિમ વિધી કરવામાં આવી હતી.