મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મુસાફરનો હાથ કપાઈ ગયો: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં


SHARE



































મોરબીની ત્રાજપર ચોકડી નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મુસાફરનો હાથ કપાઈ ગયો: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં

મોરબીની ત્રાજપર ચોકડી નજીક રસ્તા ઉપરથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે બે રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રીક્ષામાં બેઠેલા એક મુસાફરનો હાથ કપાઈ ગયો હતો અને તેના દીકરાને પણ ઇજા થયેલ છે જેથી પિતા પુત્રને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવે છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચોકડી નજીક શ્રીનાથ કોમ્પ્લેક્સ સામેના ભાગમાંથી રીક્ષા ચાલક પોતાની રિક્ષામાં મુસાફરોને બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે બે રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા પીન્ટુભાઇ જયભાઈ ગુપ્તા (40) નામના યુવાનને હાથમાં ગંભીર ઇજા થવાના કારણે કપાઈ ગયો હતો અને આ બનાવમાં પીન્ટુભાઇના દીકરા આયુષ પીન્ટુભાઇ ગુપ્તાને પણ ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા રાહુલ બકુલભાઈ (35) નામના યુવાનને પ્રવીણભાઈએ ઈંટ મારતા તેને ઇજા થઈ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સનટોન કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા હરીન્દ્રભાઈ ચંદ્રદેવભાઈ યાદવ (33) નામનો યુવાન એકાદ માળ જેટલી ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે. 


















Latest News