મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ ટંકારા તાલુકામાં મંદિર ચોરીના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપી પકડાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યામાં ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ


SHARE















મોરબી જીલ્લામાં મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યામાં ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની પેટા /મધ્ય સત્ર /સામાન્ય ચૂંટણી- ૨૦૨૫ અન્વયે આગામી તા ૨૫ ના રોજ મતગણતરી કરવામાં આવનાર છે. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં વિવિધ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પડાયું છે

મોરબી ગ્રામ્ય તાલુકાની મતગણતરી પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે, માળીયા (મી) તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ નાની બરાર ખાતે, ટંકારા તાલુકાની મતગણતરી ગ્રાઉન્ડ ફ્લોર, જમણી સાઈડ રૂમ નંબર ૧ અને ૨ તથા ડાબી સાઇડ પ્રાર્થનાખંડ, ઓરપેટ કન્યા છાત્રાલય કેમ્પસમાં આવેલ શ્રી રેવીબેન ઓધવજીભાઈ વિમેન્સ કોલેજ ખાતે, વાંકાનેર તાલુકાની મતગણતરી અમરસિંહજી હાઇસ્કુલના પ્રથમ માળ સભાખંડ ખાતે તથા હળવદ તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ હળવદ ખાતે કરવામાં આવનાર છે. આ મતગણતરી કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી થઈ શકે તે માટે કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા મતગણતરી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં વિવિધ કૃત્ય પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર ફોટોગ્રાફ્સ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં,  મતગણતરી કેન્દ્રની આસપાસમાં ચાર કરતાં વધુ લોકોએ એકત્રિત થવું નહીં, કોઈ સભા ભરી શકશે નહીં કે સરઘસ કાઢી શકશે નહીં, કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડમાં મોબાઈલ ફોન વાપરી શકશે નહીં., પાર્કિંગ સ્થળે જ વાહન પાર્કિંગ કરવાના રહેશે. અને આ જાહેરનામામાંથી ફરજ ઉપરના અધિકારી અને કર્મચારીઓને મુક્તિ આપવામાં આવે છે.






Latest News