મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી: શોરૂમની લીફ્ટમાં માથું આવી જવાથી યુવાનને ગંભીર ઇજા થતાં સારવારમાં


SHARE









મોરબી: શોરૂમની લીફ્ટમાં માથું આવી જવાથી યુવાનને ગંભીર ઇજા થતાં સારવારમાં

મોરબીમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં આવેલ શોરૂમમાં કામકાજ દરમિયાન યુવાનનું માથું લીફ્ટમાં આવી ગયું હતું જેથી તે યુવાનને ગંભીર ઇજા થયેલ હતી માટે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતો રોનક સુનિલભાઈ સનાળીયા (18) નામનો યુવાન મોરબીમાં પરાબજારમાં આવેલ પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં આવેલ શોરૂમમાં કામકાજ કરી રહ્યો હતો દરમિયાન અકસ્માતે તેનું માથું લિફ્ટમાં આવી ગયું હતું જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના ભડીયાદ ગામે રહેતા પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા (47) નામના યુવાનને ભડિયાદમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી પાસે આવેલ વેલકમ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો શંકર નાંર્દલાલ (30) નામનો યુવાન સાપર ગામની સીમમાં કારખાના પાસેથી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News