મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા નજીક પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર સૂતેલો યુવાન મશીનમાં આવી જતાં ઘટના સ્થળે જ મોત


SHARE













વાંકાનેરના પંચાસિયા નજીક પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર સૂતેલો યુવાન મશીનમાં આવી જતાં ઘટના સ્થળે જ મોત

વાંકાનેરના પંચાસિયા ગામની સીમમાં આવેલ પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર યુવાન સૂતો હતો દરમિયાન મશીનમાં આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ બ્રાઉનીયા પેપરમીલના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ધનંજય બંગાલીભાઈ નિશાદ (20) નામનો યુવાન કારખાનામાં પેપરમીલના કન્વેયર બેલ્ટ ઉપર સૂતો હતો દરમિયાન પલ્પર મશીનમાં આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની છોટાસિંહ રામસિંગ નિશાદ (51) રહે. હાલ લધીરપુર રોડ સીમોન પેપરમીલના લેબર ક્વાર્ટરમાં મોરબી મૂળ રહે. યુપી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના વાકિયા ગામે રહેતો રશ મહેબુબભાઇ માકીયા (21) નામનો યુવાન તેના મિત્ર સાથે બાઈકમાં ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થહોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધા સારવારમાં

જોડીયા તાલુકાના રસનાળ ગામના રહેવાસી નાગલબેન હરજીભાઈ ડાભી (75) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે પીઠડ નજીક મંદિર પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધાને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાગ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News