મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં બે ઘરમાં રેડ: 12 બોટલ દારૂ-બીયરના 30 ટીન કબ્જે, એક આરોપી પકડાયો: એકની શોધખોળ


SHARE













મોરબીના જુદાજુદા વિસ્તારમાં બે ઘરમાં રેડ: 12 બોટલ દારૂ-બીયરના 30 ટીન કબ્જે, એક આરોપી પકડાયો: એકની શોધખોળ

મોરબીના જુના ઘુંટ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં ઘરમાંથી 12 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો છે જયારે સનાળા ગામે ઇન્દિરા વાસ વિસ્તારમાં રહેતા શખ્સનાં ઘરમાંથી બિયરના 30 ટી મળી આવ્યા હતા જેથી પોલીસે આ દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂ અને બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

મોરબીના જૂના ઘૂટું રોડે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં સરકારી સ્કૂલની પહેલા રહેતા દેવેન્દ્રસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની 12 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 16,800 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બબો મનુભા ઝાલા (32) રહે. સિલ્વર પાર્ક સોસાયટી સરકારી સ્કૂલ પહેલા જૂના ઘૂટું રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જયારે મોરબીના સનાળા ગામે ઇન્દિરા વાસ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ વાઘેલાના મકાનમાં દારૂ બિયર હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી બિયરના 30 ટીમળી આવ્યા હતા જેથી પોલીસે 6,600 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો જો કે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલા રહે. ઇન્દિરા વાસ સનાળા ગામ વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News