વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના રોહીશાળા નજીક વોકળા પાસે બાઇક લેવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE









ટંકારાના રોહીશાળા નજીક વોકળા પાસે બાઇક લેવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

ટંકારાના રોહીશાળા ગામથી દહીસરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ વોકળા પાસે યુવાને બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જો કે, વરસાદના કારણે વોકળામાં પાણી આવી ગયું હોવથી યુવાનનું બાઇક પાણીમાં ડૂબી ગયું હતું જેથી બાઇકને લેવા માટે યુવાન ગયો હતો દરમિયાન તે વોકળાના પાણીમાં તણાઇ જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના રોહીશાળા ગામે અમરસીભાઈ સવસાણીની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો જાલમસીંગ સુરસિંગ બામણીયા (25) નામનો યુવાન બાઈક લઈને રોહીશાળા ગામ થી દહીસરડા ગામ તરફ જવાના કાચા રસ્તે ઘોઘમનદીના વોકળા પાસે ગયો હતો અને ત્યાં તેને પોતાનું બાઈક પાર્ક કરીને રાખ્યું હતું દરમિયાન ભારે વરસાદના કારણે વોકળામાં પાણી વધારે આવી ગયું હતું અને બાઈક વોકળાના પાણીમાં ડૂબી જતા તે બાઇકને લેવા માટે થઈને જાલમસિંગ વોકળામાં વહેતા પાણીમાં ગયો હતો દરમિયાન પાણીમાં તણાઈ જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામે રહેતા વનરાજભાઈ કાનાભાઈ કાંજીયા (45) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

હળવદના બુટાવડા ગામે રહેતા હંસાબેન અમરભાઈ પોરડીયા (36) નામના મહિલા બાઇકમાં બેસીને ધાંગધ્રા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં બાઇક સ્લીપ થયું હતું જેથી મહિલાને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News