મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં બે ઘરમાં રેડ: 12 બોટલ દારૂ-બીયરના 30 ટીન કબ્જે, એક આરોપી પકડાયો: એકની શોધખોળ


SHARE



































મોરબીના જુદાજુદા વિસ્તારમાં બે ઘરમાં રેડ: 12 બોટલ દારૂ-બીયરના 30 ટીન કબ્જે, એક આરોપી પકડાયો: એકની શોધખોળ

મોરબીના જુના ઘુંટ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં ઘરમાંથી 12 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો છે જયારે સનાળા ગામે ઇન્દિરા વાસ વિસ્તારમાં રહેતા શખ્સનાં ઘરમાંથી બિયરના 30 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે આ દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂ અને બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

મોરબીના જૂના ઘૂટું રોડે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં સરકારી સ્કૂલની પહેલા રહેતા દેવેન્દ્રસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની 12 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 16,800 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બબો મનુભા ઝાલા (32) રહે. સિલ્વર પાર્ક સોસાયટી સરકારી સ્કૂલ પહેલા જૂના ઘૂટું રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જયારે મોરબીના સનાળા ગામે ઇન્દિરા વાસ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ વાઘેલાના મકાનમાં દારૂ બિયર હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી બિયરના 30 ટીમ મળી આવ્યા હતા જેથી પોલીસે 6,600 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો જો કે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલા રહે. ઇન્દિરા વાસ સનાળા ગામ વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News