મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ 11,500 ની રોકડ સાથે પકડાયા: ખાખરેચી ગામના યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં 


SHARE









મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ 11,500 ની રોકડ સાથે પકડાયા: ખાખરેચી ગામના યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં 

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પચ્ચીસ વારીયામાં પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 11,500 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે શંકરભાઈ જયંતી ભાઈ દેલવાણીયા (25) રહે. પચ્ચીસ વારીયા મોરબી, ફારુકભાઈ ફતેમામદભાઇ મોવર (25) રહે. નવા અંજીયાસર અને સુરેશભાઈ હુસેનભાઇ ભરવાડીયા (21) રહે. રવાપર ઘુનડા રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

યુવાન ઝેરી દવા પી લેતા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો ભાવિકભાઈ રમેશભાઈ પારજીયા (28) નામના યુવાને કચ્છના ભચાઉ ખાતે આવેલ મોગલ ધામ કબરાઉ નજીક ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે ભાવિકભાઈ અણીયારી ચોકડી પાસે ગેરેજનું કામ કરે છે અને ગેરેજ બરાબર ચાલતું ન હતું તેવું સામે આવ્યું છે જો કે, યુવાને કયા કારણો આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.




Latest News