વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા નજીક પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર સૂતેલો યુવાન મશીનમાં આવી જતાં ઘટના સ્થળે જ મોત


SHARE









વાંકાનેરના પંચાસિયા નજીક પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર સૂતેલો યુવાન મશીનમાં આવી જતાં ઘટના સ્થળે જ મોત

વાંકાનેરના પંચાસિયા ગામની સીમમાં આવેલ પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર યુવાન સૂતો હતો દરમિયાન મશીનમાં આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ બ્રાઉનીયા પેપરમીલના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ધનંજય બંગાલીભાઈ નિશાદ (20) નામનો યુવાન કારખાનામાં પેપરમીલના કન્વેયર બેલ્ટ ઉપર સૂતો હતો દરમિયાન પલ્પર મશીનમાં આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની છોટાસિંહ રામસિંગ નિશાદ (51) રહે. હાલ લખધીરપુર રોડ સીમોન પેપરમીલના લેબર ક્વાર્ટરમાં મોરબી મૂળ રહે. યુપી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના વાકિયા ગામે રહેતો રઇશ મહેબુબભાઇ માથકીયા (21) નામનો યુવાન તેના મિત્ર સાથે બાઈકમાં ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધા સારવારમાં

જોડીયા તાલુકાના રસનાળ ગામના રહેવાસી નાગલબેન હરજીભાઈ ડાભી (75) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે પીઠડ નજીક મંદિર પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધાને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાગ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News