મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાલિકાએ ઘર બનાવવા આપેલ પ્લોટ ઉપર દબાણ કરનાર સામે વૃદ્ધે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ


SHARE













વાંકાનેરમાં પાલિકાએ ઘર બનાવવા આપેલ પ્લોટ ઉપર દબાણ કરનાર સામે વૃદ્ધે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેરમાં જમીન વિહોણા લોકોને ઘર બનાવવા માટે 100 ચોરસ વારનો પ્લોટ નગરપાલિકા થ્રુ આપવા આવ્યો હતો અને તેના ઉપર છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર દબાણ કરીને બે દુકાનો બનાવવામાં આવી હતી જેથી વૃદ્ધ દ્વારા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની અરજી આપવામાં આવી હતી ત્યારબાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ કલ્યાણી બ્લોક નંબર-પી ઋષિવાટીકા ખાતે રહેતા ગીરીશકુમાર મૂળશંકર રાવલ (61)એ હાલમાં રાજેશભાઈ ગોરધનભાઈ મકવાણા રહે. દિગ્વિજયનગર પેડક વાંકાનેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર નગરપાલિકા દ્વારા લેખ નંબર 1389 તા. 16/3/1983 થી વાંકાનેર જડેશ્વર રોડ ઉપર વડાપ્રધાનશ્રી ના 20 મુદ્દા આર્થિક કાર્યક્રમ અંતર્ગત જમીન વિહોણા લોકોને ઘર બનાવવાની શરતે 100 ચોરસ વારના પ્લોટ આપવામાં આવ્યા હતા જેમાં પ્લોટ નંબર 29 જેનું ક્ષેત્રફળ 83.61 છે તે વાંકાનેર નગરપાલિકા દ્વારા વેચાણ દસ્તાવેજ કરીને તા. 14/2/1990 ના રોજ વેચાણ આપેલ છે જે પ્લોટ ઉપર છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર રીતે કબજો કરીને આરોપીએ પ્રજાપતિ જનરલ સ્ટોર નામની બે દુકાનો બનાવેલ છે અને જમીન પચાવી પાડવા માટે થઈને દબાણ કરવામાં આવ્યું હતું જેથી ફરિયાદી અગાઉ કલેક્ટરમાં અરજી આપી હતી ત્યાર બાદ અધિક કલેકટરના આદેશ પછી હવે વૃદ્ધની ફરિયાદ લઈને પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News