મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ નજીક એસટી બસમાં પાછળથી ટ્રક કન્ટેનર અથડાતાં ત્રિપલ અકસ્માત: બસમાં મોટી નુકશાની


SHARE









મોરબીના સોખડા ગામ નજીક એસટી બસમાં પાછળથી ટ્રક કન્ટેનર અથડાતાં ત્રિપલ અકસ્માત: બસમાં મોટી નુકશાની

મોરબી તાલુકાનાં સોખડા ગામના પાટીયા પાસેથી માલધારી તેના ઘેટા લઈને જઈ રહ્યો હતો જેથી કરીને આગળ ટ્રક કન્ટેનરના ચાલકે પોતાનું વાહન બ્રેક કરીને ઊભું રાખ્યું હતું જેની પાછળના ભાગે એસટી બસના ચાલકે પોતાની બસને ઊભી રાખી હતી દરમિયાન પાછળથી આવેલ ટ્રક કન્ટેનરના ચાલકે એસટી બસની પાછળના ભાગમાં ધડાકાભેર પોતાનું વાહન પકડાવ્યું હતું જેથી ત્રિપલ અકસ્માત થયો હતો જે બનાવમાં એસટી બસમાં આગળ અને પાછળના ભાગે નુકસાની થયેલ હોય હાલમાં બસના ડ્રાઈવરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામે રહેતા અને એસટી બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અમુભાઈ રાણાભાઇ ધ્રાંગા (55)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટી 1462 ના ચાલક પૂખરાજ ગોમારામ ચૌધરી રહે. ઉચાવારા ગામ તાલુકો રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર સોખડા ગામના પાટીયા પાસેથી માલધારી તેના ઘેટા લઈને પસાર થઈ રહ્યો હોય આગળ જતા ટ્રક કન્ટેનરના ચાલકે બ્રેક કરીને પોતાનું વાહન ઊભું રાખ્યું હતું જેની પાછળના ભાગમાં એસટી બસના ડ્રાઈવરે પોતાના હવાલા વાળી એસટી બાદ નંબર જીજે 18 ઝેડ 6698 ઊભી રાખી હતી અને ત્યારે પાછળથી આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક કન્ટેનર બસની પાછળના ભાગમાં અથડાવ્યો હતો જેથી બસ આગળના ભાગમાં ઉભેલા ટ્રક કન્ટેનરની પાછળ અથડાઇ હતી આમ બસમાં આગળ અને પાછળના ભાગમાં મોટી નુકસાની થયેલ છે જેથી એસટી બસના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વૃધ્ધા સારવારમાં

મોરબીના સોખડા ગામે રહેતા અનુબેન ભક્તિરામ રામાનંદી (72) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને રાજકોટમાં આવેલ બોરીચા સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધાને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની આયુષ્ય ખાતે લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News