મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે આવેલ શ્રીહરિ પાર્કમાં જુગાર રમતા 7 મહિલા સહિત કુલ 8 વ્યક્તિ 16,100 ની રોકડ સાથે પકડાયા


SHARE

















મોરબીના વાવડી રોડે આવેલ શ્રીહરિ પાર્કમાં જુગાર રમતા 7 મહિલા સહિત કુલ 8 વ્યક્તિ 16,100 ની રોકડ સાથે પકડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસે શ્રીહરિ પાર્કમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત મહિલા સહિત કુલ આઠ લોકો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 16,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસે શ્રીહરિ પાર્કમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અલ્ફાઝભાઈ અલ્તાફભાઈ કુરેશી (26) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં-2 મોરબી, રમીલાબેન રમેશભાઈ પંચાસરિયા (50) રહે. વાવડી રોડ ધર્મરાજ સોસાયટી મોરબી, સમાબેન સફીભાઇ જીંદાણીસ (42) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં-4 મોરબી, ભાવનાબા ભરતસિંહ જાડેજા (30) રહે. સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી, રંજનબા ભરતસિંહ જાડેજા (38) રહે. શિવ પાર્ક સોસાયટી સામાકાંઠે મોરબી, મીનાબેન કાનજીભાઈ ખટાણા (38) રહે. વાવડી રોડ શ્રીહરિ સોસાયટી મોરબી, પૂજાબેન લાભુભાઈ ઠાકોર (26) રહે. શ્રીહરિ સોસાયટી વાવડી રોડ મોરબી અને કલ્પનાબેન આંબારામભાઈ ગોપાણી (55) રહે. શ્રીહરિ સોસાયટી નાની વાવડી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 16,100 ની રોકડ સાથે તમામની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબીમાં મચ્છી પીઠ રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 750 રૂપિયાની રોકડ સાથે વરલી જુગારના આંકડા લેતા અયુબભાઈ રહીમભાઈ કટિયા (50) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેને પકડીને તેની સામે જુગારધારા હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News