મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી રોકડા 52,000 ની ચોરી


SHARE

















હળવદના ચરાડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી રોકડા 52,000 ની ચોરી

હળવદના ચરડવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમમાં રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્ય બે શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આશ્રમની અંદર આવેલ જુદા જુદા મંદિર પાસે મૂકવામાં આવેલ દાન પેટીમાં રહેલ આશરે 52,000 જેટલી રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બાબતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં અગાઉ તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મંદિરમાં માતાજી ઉપર રાખવામાં આવેલ ચાંદીના છતર સહિત કિંમતી મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી ત્યારબાદ વધુ એક વખત મહાકાળી આશ્રમને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જે બાબતે મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા (32)એ અજાણ્યા શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 23/6 ના રાત્રીના 10:30 થી લઈને બીજા દિવસે સવારના 4:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં પ્રવેશ કરીને આશ્રમમાં આવેલ કાળભૈરવ મંદિર તથા મહાદેવ મંદિર બંને મંદિરમાં મૂકવામાં આવેલ દાન પેટીની ચોરી કરવામાં આવેલ અને જેથી કુલ મળીને આસરે 52 હજારની રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે તેવી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

ટંકારા તાલુકાના છતર ગામે રહેતા અને કામ કરતા સોમાભાઈ ઈશ્વરભાઈ ઠાકોર (42) નામના યુવાનને વાડીએ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

રાપર કચ્છના ભીમદેવડી ખાતે રહેતા સુરેશ ટપુભાઈ (18) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હોવાના કારણે તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News