મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો


SHARE





માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીંયાણાના વર્ષામેડી ફાટક થી બોડકી જવાના રસ્તા પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેની પાસેથી હાથ બનાવટી જામગરી બંદુક મળી આવી હતી જેથી હથિયારની સાથે તે શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવહી કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન અને સુચના મુજબ માળીયા (મી) તાલુકા પીઆઇ આર.સી.ગોહિલ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં પ્રુથ્વીરાજસિંહ જાડેજા તથા હરપાલસિંહ રાજપુતને સંયુકત રાહે ખાનગી હકીકત મળેલ હતી કે, માળીયા મીંયાણાના વર્ષામેડી ફાટક થી બોડકી જવાના રોડ પર વવાણીયા ગામના રહીશ ચકુભાઇ ભાણાભાઇ મકવાણા (32) શંકાસ્પદ રીતે આટા ફેરા કરે છે જેથી પોલીસે ત્યાં જઈને તેને ચેક કરતાં તેની પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવી હતી જેથી કરીને પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબ્જે કર્યું હતું અને માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News