મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો


SHARE













વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.. અને પૂર્વ બી.આર.સી.કૉ..નો વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર બી.આર.સી.ભવન ખાતે ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા વયનિવૃત્ત થયેલ પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.જે.જી.વોરા અને જિલ્લાફેર બદલી થયેલ પૂર્વ બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ  પરમારનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વાંકાનેર તાલુકાના ટી.ડી.ઓ. બિપિનભાઈ સોલંકી, મુખ્ય અતિથિ ટી.પી.ઈ.ઓ. કિશોરભાઈ રાઠોડ સહિતના અધિકારીઓ અને સમગ્ર વાંકાનેર તાલુકાના શિક્ષક ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા ડૉ. જે.જી.વોરા અને મયૂરરાજસિંહ પરમારને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી, સન્માનપત્ર અને ભેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ.ઑ. કૌશિકભાઈ સોનીએ કર્યું હતું. ત્યારબાદ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.




Latest News