મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
SHARE








મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ દ્વારા દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી, જુના બસ સ્ટેન્ડ,મોરબી ખાતે મોચી સમાજના એક દિકરીના લગ્નનું આયોજન તેમજ મોચી સમાજ મોરબીના વિદ્યાર્થીઓ માટેના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ લગ્નોત્સવ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત તેમજ મોચી જ્ઞાતિ મોરબીના અગ્રણી પ્રદીપભાઈ વાળા સહિતના હાજર રહ્યા હતા. અને જે દીકરીના લગ્ન યોજાયા હતા તેને સમાજના દાતાઓના સહયોગથી ૧૫૦ જેટલી વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં KG થી ધોરણ 12 સુધીના બાળકોને શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. આ બંને કાર્યક્રમનું સફળ આયોજન જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબીના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું,
