મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના યુવાને ઓનલાઈન 100 કુર્તિ મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી !


SHARE













મોરબીના યુવાને ઓનલાઈન 100 કુર્તિ મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી !

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા યુવાને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી કુર્તી ખરીદવા માટે થઈને સર્ચ કર્યું હતું ત્યારબાદ મોબાઈલ ફોન નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો અને તેમાં વાતચીત થયા બાદ 100 કુર્તીનો ઓર્ડર આપ્યો હતો જેથી આરોપીએ સ્કેનર મોકલાવ્યું હતું જેમાં યુવાને 15,000 રૂપિયા ઓનલાઈન મોકલાવ્યા હતા જોકે તેને કુર્તી  મોકલવામાં આવેલ નથી જેથી તેની સાથે ઓનલાઇન ફ્રોડ થયું હોય આ બાબતે તેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રવિભાઈ રમેશભાઈ ભાડલા (31) નામના યુવાને મોબાઈલ નંબર 70414 59596 તથા યુપી આઇડીના ધારક તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીએ TREAD INDIA.COM ઓનલાઇન પ્લેટફોર્મમાંથી કુર્તી ઓનલાઈન ખરીદવા માટે સર્ચ કર્યું હતું ને ત્યારે આ કામના આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાંથી વ્હોટ્સએપ મેસેજ કરીને AN TEXTILE કંપનીના નામે ફરિયાદી સાથે કુર્તિ ખરીદવા બાબતે વાતચીત કરી હતી અને એક કુર્તિનો ભાવ 150 રૂપિયા નક્કી કર્યો હતો જેથી કરીને ફરિયાદીએ 100 કુર્તિનો ઓર્ડર આપ્યો હતો અને આરોપીએ ફરિયાદીના મોબાઇલ ઉપર સ્કેનર મોકલાવ્યું હતું જેથી ફરિયાદી યુવાને 15,000 રૂપિયા મોકલાવી આપ્યા હતા જોકે આરોપીએ કુર્તિ મોકલાવી ન હતી અને પાર્સલમાં એક જૂનું ફોર્મલ પેન્ટ મોકલાવીને ફરિયાદીની સાથે 15,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોય ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈકની ચોરી

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં હનુમાનજી મંદિરની બાજુમાં રહેતા મનીષભાઈ પ્રહલાદભાઈ ભટ્ટ (47)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં આવેલ સરકારી દવાખાનાના મેઈન ગેટના પીલોર પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 ઇએફ 1773 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 20,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News