હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ


SHARE











મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ

મોરબી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાસ્પદ બનેલા કૌભાંડોની એક પછી એક તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી રહી છે.ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. દરમિયાન સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીના વધુ એક ચર્ચાસ્પદ કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે.

મોરબી જિલ્લો છેલ્લા ઘણા સમયથી વજેપર 602 જમીન કૌભાંડને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આ જમીન કૌભાંડની અરજીથી લઈને ફરિયાદ લેવાઈ ગયા બાદ આજ દિવસ સુધીમાં તપાસ દરમ્યાન અનેક ઉતાર ચડાવ આવેલ છે. જે સહુ કોઈ જાણે છે જોકે, વારંવાર ચર્ચાસ્પદ કૌભાંડની તપાસ શા માટે બદલવામાં આવે છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.  અને આ કેસની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવ્યા બાદ તેમાં આરોપીઓની ધરપકડનો દોર શરૂ થયો છે. અને છેલ્લા દિવસોમાં મહિલા સહિત બે આરોપીને પકડીને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

દરમ્યાન માળિયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલેકટરના આદેશ બાદ સરવડ ગામના તલાટી મંત્રી દ્વારા ગત તા. 18/5/25 ના રો માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ પ્રભાશંકર રાવલ રહે. સરદારનગર સરવડ માળીયા(મિ.) તથા બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનનારવારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનારખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઈ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને તપાસમાં જેના નામ સામે આવે તેઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી અને તે ગુનાની તપાસ પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા કરવામાં આવતી હતી. ત્યારબાદ આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવી હતી.

જો કે, થોડા દિવસો પહેલા આ તપાસ વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાને સોંપવામાં આવી હતી અને હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહેલ માહિતી મુજબ માળિયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદની તપાસ પણ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી છે અને તેના માટેનો હુકમ પણ થઈ ગયો છે. ત્યારે લોકોમાં એવી ચર્ચા છે. કે, મોરબી જિલ્લામાં નહીં પરંતુ રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા કૌભાંડોની એક પછી એક ક્રમશઃ તપાસ સીઆઇડી ક્રાઈમને કેમ સોંપવી પડે છે. ? શું જિલ્લામાં સ્થાનિક પોલીસ આરોપીઓને પકડવામાં ઊણી ઉતરી રહી છે ? આવા અનેક સવાલ લોકો પોલીસની કામગીરી સામે કરી રહ્યા છે. જોકે આ બંને ચર્ચાસ્પદ કૌભાંડોની તપાસમાં કલ્પના બહારના નામ આરોપી તરીકે સામે આવશે તેવું હાલમાં પોલીસ બેડામાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા રહ્યું છે.






Latest News