મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ
SHARE








મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ જેમાં ઈન્દિરાનગર વિસ્તારની વિપુલનગર સોસાયટીમાં પીવાના પાણી, રોડ રસ્તા અને ગટરના પ્રશ્નો ધણાં સમયથી હતા અત્યારની પરીસ્થિતિ જોવા જઈએ તો ત્યાં હાલ ગટરની સુવિધા નથી અને વધુુ સમયથી વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેમાં સેવાળ તથા માખી-મચ્છર અને જીણી જીવાતો પણ છે.આ સોસાયટીમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી.આ સોસાયટીના રહીશો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં નઝર અંદાજ કરતા હતા પણ હવે આમ આદમી પાર્ટીના જીલ્લા ટીમ દ્વારા આ સોસાયટીના રહીશોને સાથે રાખીને મોરબી મહાનગરપાલિકાની ક્લસ્ટર ઓફિસ મહેન્દ્રનગર ખાતે લેખીતમાં આપીને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.સાથે સાથે ૨૪ કલાકમાં આ વાજબી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.તેવું અલ્ટીમેટમ પણ તંત્રને આપ્યું છે અને તે બાબતની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી આપ આગેવાનોએ ઉચ્ચારી હતી
