મોરબીના રવાપર ગામની રામસેતુ સોસાયટીના લોકોએ સુવિધા માટે કર્યો ચક્કાજામ
મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
SHARE








મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલા નવા મકનસર ગામે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોય પોલીસે પાંચ લોકોની રોકડ રકમ સાથે ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.
મોરબી તાલુકા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગત રાત્રીનાં એકાદ વાગ્યાના અરસામાં વાંકાનેર હાઈવે ઉપરના નવા મકનસર ગામે પહોંચ્યા ત્યારે ત્યાં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમવામાં આવતો હોય ત્યાં પહોંચી જગ્યા કોર્ડન કરીને જાહેરમાં જુગાર રમી રહેલા શનિ લાભુભાઈ સુરેલા (25), રાયસીંગ નટુભાઈ દેગામા (32), ગણેશ રઘુભાઈ ભંખોડીયા (20), રોહિત અશોકભાઈ ઝંઝવાડીયા (20) અને જગદીશ વેરસીંગભાઈ સુરેલા (32) રહે. બધા નવા મકનસર તા.જી. મોરબીની અટકાયત કરી હતી.તમામની અંગજડતી તથા જુગારનો પટ મળીને રૂા.15 હજારની રોકડ જપ્ત કરી પાંચેયની સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
કચ્છના સિરોઈ ગામના પંકજ ગોવિંદભાઈ વડેચા નામના 32 વર્ષના યુવાનને બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી લવાયો હતો જયારે હળવદના રામજીભાઈ સીંધાભાઈ ભરવાડ નામના 32 વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો. તેમજ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા હુશેનમામદ મીમનજીભાઈ બાદી નામના 65 વર્ષના આધેડ ઘરેથી વાડીએ જતા હતા ત્યારે બાઈક અકસ્માતે ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતા.
મારામારીમાં ઈજા
વાંકાનેરના માટેલ ગામે રહેતા રણજીત મેરૂભાઈ ડાભી (31) નામના યુવાનને મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો. જયારે માળીયા મીંયાણાના કાજરડા ગામે મોટર સાયકલ સ્લીપ થઈ જતા ઈમ્તીયાઝ મામદભાઈ મોવર (19) રહે. માળીને સારવાર માટે મોરબી લવાયો હતો.જયારે મોરબી લીલાપર રોડ ઉપર જય ભારત નળીયાના કારખાના પાસે રહેતા સલમાબેન રફીકભાઈ (38) એ કોઈ કારણોસર ફીનાઈલ પી લેતા સારવાર માટે લઈ જવાયા હતા.
તેમજ લીલાપર રોડ ઉપર થયેલ મારામારીમાં ઈજા થતા જીલુબેન રજાકભાઈ ભટ્ટી (62) ને સારવારમાં લઈ જવાયા હતા તેમજ પંચાસર રોડ સત્યમ હોલ પાસે પતિ પાછળ બાઈકમાં બેસીને જતા સમયે વાહન સ્લીપ થતા ઉર્મિલાબેન હરીભાઈ કંઝારીયા (25) રહે. સામતાણીની વાડીને સારવાર માટે લઈ જવાયા હતા. તો ગીતા મીલ પાસે થયેલ અકસ્માતમાં પુત્ર પાછળ બાઈકમાં બેસીને જઈ રહેલા રામીબેન રામજીભાઈ નકુમ નામના 85 વર્ષના વૃધ્ધાને ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
