મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને ર્નિદોષ છોડી મૂકવા કોર્ટે કર્યો આદેશ


SHARE













વાંકાનેરના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને ર્નિદોષ છોડી મૂકવા કોર્ટે કર્યો આદેશ

વાંકાનેરનો ચકચારી અપહરણ તથા પોકસોનો કેસ મોરબીની એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)મા ચાલી ગયો હતો જેમાં આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીને ર્નિદોષ છોડી મૂકવાનો કોર્ટે આદેશ કર્યો છે.

આ કામના ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી સંજયભાઈએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો અને તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો જેથી વાંકાનેર પોલીસે આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાની ધરપકડ કરી હતી અને આ કામના આરોપી વતી મોરબીના વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયેલ હતા. આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા-પિતા, અન્ય સાહેદો, પંચો, ડોકટરો, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. અને આરોપી તદન નિર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. અને ફરીયાદપક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં તે સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો અને કેસમાં આરોપી તરફે વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.




Latest News