ટંકારા તાલુકાના પોકસોના ગુનામાં પકડાયેલ સહઆરોપીની જામીન અરજી મંજૂર
SHARE







ટંકારા તાલુકાના પોકસોના ગુનામાં પકડાયેલ સહઆરોપીની જામીન અરજી મંજૂર
ટંકારા તાલુકા પોલીસે પોકસોના ગુનામાં સહઆરોપી તરીકે પકડેલા આરોપીની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા છે.
આ કેસની વકીલ પાસેથી મળતી હકીકત મુજબ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી અને ફોસલાવી અને બદકામ કરવાના ઈરાદેથી આરોપી ભગાડી ગયેલ હતો અને તેની જામીન અરજી કરનારા આરોપીએ મદદગારી કરેલ હોય તે ફરીયાદીના કામે ટંકારા પોલીસ દ્રારા આરોપી રાહુલ પ્રવિણભાઈ ચાવડાની ધરપકડ કરીને કોર્ટેમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ આરોપીએ જામીન મુક્ત થવા માટે વકીલ નિશાબેન એમ.ઝોલાપરા તથા સંજય એલ. માતંગ મારફતે જામીન અરજી કરી હતી અને કોર્ટમાં આરોપીના વકીલએ કરેલ દલીલોને કોર્ટે ગ્રાહય રાખી હતી અને મોરબીની સ્પેશીયલ પોકસો કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં આરોપી તરફે કરતા વકીલ નિશાબેન એમ.ઝોલાપરા, સમીર એમ.મઠીયા, સંજય એલ.માતંગ તથા ઓફિસ આસી. હરેશ કે.દુબલ રોકાયેલ હતા.
