વાંકાનેરના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને ર્નિદોષ છોડી મૂકવા કોર્ટે કર્યો આદેશ
માળિયા (મી)ની ભીમસર ચોકડી પાસે કોન્સ્ટેબલ વતી એક લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો
SHARE







માળિયા (મી)ની ભીમસર ચોકડી પાસે કોન્સ્ટેબલ વતી એક લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો
હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભીમસર ચોકડી પાસે માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વતી એક લાખ રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા એક શખ્સને એસીબીની ટીમ દ્વારા રંગ હાથે ઝડપી લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ એમ.એમ. લાલીવાલા અને તેના સ્ટાફ દ્વારા મોરબી જિલ્લાના માળિયા તાલુકા વિસ્તારમાં એસીબીની સફળ રેડ કરવામાં આવી છે. અને તે અંગેની મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકા વિસ્તારમાં રહેતા ફરિયાદી ઉપર ખોટા કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા માટે પોલીસ કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ શિયાળ દ્વારા એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી અને તે રકમ ગુલામરસુલ હૈદરભાઈ જામને આપવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે ફરિયાદી તે રકમ આપવા માંગતા ન હોય તેણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ભીમસર ચોકડી નજીક લાંચની રકમ સ્વીકારતા ગુલામરસુલ હૈદરભાઈ જામ ને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધા હતા અને લાંચનો ગુનો નોંધવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
