મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે
મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
SHARE









મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવડી રોડ ખાતે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મોરબીની બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “રકતદાન મહાદાન” ની ઉકિત ને સાર્થક કરતાં ઉપરોક્ત કેમ્પ માં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ તેમજ વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન થી વ્યક્તિગત તથા સમાજ ને થતા ફાયદા અંગે લોકોને સમજ આપવામા આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર, સ્ટાફ તેમજ સામાજીક આગેવાનો એ મહેનત કરી હતી.

