મોરબીની માધપારવાડી કુમાર પ્રાથમિક શાળામાં ચકલી ઘરનું વિતરણ કરાયું
મોરબીના લાયન્સનગરમાં પ્રાથમિક સુવિધા માટે સામાજિક કાર્યકરે પાલિકામાં કરી રજૂઆત
SHARE









મોરબીના લાયન્સનગરમાં પ્રાથમિક સુવિધા માટે સામાજિક કાર્યકરે પાલિકામાં કરી રજૂઆત
મોરબી શહેરના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જેથી કરીને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે અનેલ વખત રજૂઆતો કરવામાં આવી છે તો પણ આજની તારીખે લાઈટ, કચરા, ભૂગર્ભ કુંડી, સફાઈ સહિતના પ્રશ્ને ઉકેલવામાં આવેલ નથી જેથી કરીને ત્યાના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા પાલિકામાં વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લાયન્સનગરમાં વર્ષો બાદ નવા રોડ બન્યા છે જોકે હજુ પણ સ્ટ્રીટ લાઈટ નથી, કચરા ગાડી આવતી નથી, ભૂગર્ભની કુંડી સાફ કરતાં નથી તે તમામ સુવિધાઓ લોકોને આપવામાં આવે તેમજ જૂની આંગણવાડીમાંથી ગંદકી દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
