મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું


SHARE













મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું

મોરબી જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલ જિલ્લાની વિકાસ વાટિકાનું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોની વિકાસ ગાથાને વણી લઈ વિકાસ વાટીકા તૈયાર કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ગુજરાતના રાજ્યપાલશ્રી આચર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મંત્રી સહિતના મહાનુભાવોની મોરબી જિલ્લાની લીધેલ મુલાકાતો અને સરકાર દ્વારા મોરબી જિલ્લાને આપવામાં આવેલી વિવિધ વિકાસ કાર્યોની ભેટનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વિકાસ વાટીકાના વિમોચન પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓએ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારી ડો.વિપુલ સાકરીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી સહાયક માહિતી નિયામકશ્રી પારુલ આડેસરા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, ફોટોગ્રાફર પ્રવીણભાઈ શનાળીયા, અજય મુછડીયા તથા વહીવટ તંત્રના અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News