ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત મોરબીના એસ.ટી. વિભાગને લગતા પશ્નો બાબત જીલ્લા પ્રમુખ ભાજપને પત્ર લેખીત રજૂઆત એક થપ્પડ કી ગુંજ: મોરબીમાં કેમ ચાલુ જાહેર સભામાં યુવાનને પડ્યો લાફો ?, AAP સત્તામાં નથી ત્યાં આવી દાદાગીરી ! સોશ્યલ મીડિયામાં સવાલોનો મારો મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની 5 રેડ: 6 મહિલા સહિત 19 લોકો જુગાર રમતા પકડાયા દારૂની હેરાફેરી માટે બાળકનો ઉપયોગ !: મોરબીમાં 100 લિટર દારૂ ભરેલ રિક્ષા લઈને બાળકિશોર નીકળ્યો, માલ આપનાર-મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના પાંડાતિરથ ગામને જૂથ યોજના હેઠળ પાણી પહોચાડવામાં તંત્ર સફળ


SHARE















હળવદના પાંડાતિરથ ગામને જૂથ યોજના હેઠળ પાણી પહોચાડવામાં તંત્ર સફળ

મોરબી જિલ્લા પાણી પુરવઠા વિભાગના સઘન પ્રયાસોથી હળવદ તાલુકાના પાંડાતિરથ ગામનો મોરબી જિલ્લાની હળવદ તાલુકા પાણી પુરવઠા વિભાગની એન.સી.ડી-૪ પાણી પુરવઠા યોજના અંતર્ગત સમાવેશ કરી જૂથ યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.

પાંડાતિરથ ગામની હાલની વસ્તી અંદાજીત ૧૬૦૦ જેટલી છે. આ ગામમાં ભૂગર્ભ સંપ અને ઉંચી ટાંકી મળીને કુલ ૧,૭૦,૦૦૦ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા છે. ગામમાં વર્ષો જુની ટેકનીકલ કારણોસર જૂથ યોજનાનું પાણી પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જિલ્લા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી એમ.એસ. દામા દ્વારા સર્વે કરાવી જરૂરી ઘટતી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેથી ગામને જૂથ યોજના હેઠળ જરૂરિયાત મુજબ પાણીની સવલત મળતી થઈ છે તેવું મોરબી જિલ્લા પાણી પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે

વાંકાનેર ફાયરીંગ બટની પાસે પ્રવેશબંધી
વાંકાનેર ફાયરીંગ બટ ખાતે COMMANDANT/CASO, CISF UNIT AIRPORT, RAJKOT ને વર્ષ-૨૦૨૫ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે આગામી તા.૩/૮/૨૦૨૫ ના રોજ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તા.૩/૮/૨૦૨૫ ના રોજ જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.




Latest News