મોરબીમાં કારખાનામાં લોડરની હેડફેટે યુવાનનું મોત મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા  હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા મોરબી-ટંકારાના 6 શખ્સ 1.17 લાખની રોકડ સાથે પકડાયા માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું બંદૂકમાંથી ફાયરિંગ: ગુનો નોંધાયો મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવા 7 દિવસની મુદત


SHARE















મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવા 7 દિવસની મુદત

મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/ શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે તેવા તમામ આધાર પુરાવા (ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ વગેરે) ફરજીયાત મેળવી પોલીસ સ્ટેશન પાસે વેરીફાઈ કરાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/ શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના 15 દિવસમાં આપવાની રહેશે. મોરબી જીલ્લામાં કામ કરનારા કર્મચારીઓ અને ભાડે મકાન રાખનાર પરપ્રાંતિય વ્યક્તિના ઓળખકાર્ડ/ ચુંટણીકાર્ડ/ ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવો, મુળ ક્યાંના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરીને આપવાની રહેશે. અને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં 7 દિવસમાં જમા કરાવવા માટે જણાવ્યુ છે. આ ઉપરાંત  મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક પર અથવા એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye લીંક પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, આ જાહેરનામાનો અમલ તા.30/9/25 સુધી કરવાનો રહેશે.




Latest News