મોરબીમાં સર્કલો અને બાગ બગીચાના ડેવલોપમેન્ટ અને સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ સહિતના કામો યુધ્ધના ધોરણે શરૂ
મોરબીના શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાંના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
SHARE









મોરબીના શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાંના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
મોરબીના નાની વાવડી ખાતે દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રી માઈ ભક્તોની સેવા અર્થે શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠેર-ઠેર શહેરો અને ગામડાએથી ભાવિકો ઉમટી હજારોની સંખ્યામાં પગપાળા દર્શને જતા હોય છે અને આ પદયાત્રીઓની સેવામાં યદુનંદન ગ્રુપ દ્વારા રસ્તામાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે. મોરબીના નાની વાવડી આહીર સમાજના યુવાનો પ્રગટાવી રહ્યા છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે યદુનંદન ગ્રુપના મેમ્બર દ્વારકેશભાઈ કુંભરવાડીયાએ જણાવ્યુ હતું કે, હજારોની સંખ્યામાં ભાવિકો દર વર્ષે આ કેમ્પનો લાભ લેતા હોય છે.
