મોરબીના શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાંના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
SHARE









મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તકે કે.જી.થી કોલેજ સુધીના ૨૬૦ વિદ્યાર્થીને શીલ્ડને શિક્ષણ કીટ આપી સન્માનીત કરવામાં આવશે.
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના ચતુર્થ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલન તા.૩ ને રવિવારે સવારે ૯ વાગ્યે શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી જુના બસ સ્ટેશન પાસે ધરતી ટાવર સામે યોજાશે આ સમારોહમાં કેજી થી કોલેજ સુધીના કુલ ૨૬૦ વિદ્યાર્થીઓને યોગ્યતા મુજબ શિક્ષણકીટ ને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ દાતાઓ અને વિશેષ વ્યક્તિનું પણ સન્માન કરવામાં આવશે આ સમારોહમાં સંતો મહંતો સહિત તથા મોરબી અને રાજકોટના સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે આ સમારોહને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ બળદેવગીરી દેવગીરી, ઉપપ્રમુખ નિતેશગીરી, મંત્રી અમિતગીરી, ખજાનચી તેજસગીરી સહિત યુવક મંડળની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
