વાંકાનેરના રંગપર ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલ બોલેરો સાથે એક પકડાયો: 6.12 લાખનો મુદામાલ કબ્જે
SHARE
વાંકાનેરના રંગપર ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલ બોલેરો સાથે એક પકડાયો: 6.12 લાખનો મુદામાલ કબ્જે
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા માટે સતત રેડ કરવામાં આવી રહી છે તેવામાં આજે પેટ્રોલીંગ દરમિયાન રંગપર ગામના પાટિયા પાસેથી બોલેરો પીકઅપ ગાડી પસાર થઈ રહી હતી તેને રોકીને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી 550 લિટર દેશી દારૂનો જથ્થા મળી આવ્યો હતો જેથી પોલીસે એક આરોપીની 6.12 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસે મળેલ બાતમીના આધારે રંગપર ગામના પાટિયા પાસે વોચ રાખી હતી તેવામાં મળેલ બાતમી મુજબની બોલેરો પીકઅપ ગાડી નીકળી હતી જેને રોકાવીને ચેક કરી હતી ત્યારે તે બોલેરો પીકઅપના પાછળના ભાગમાં સફેદ તાડપત્રી નીચેથી 550 લિટર દેશી દારૂનો જથ્થા મળી આવ્યો હતો જેથી પોલીસે 1,10,000 ની કિંમતનો દારૂ અને 5 લાખની કિંમતની બોલેરો અને 2 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 6.12 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને નરેશભાઈ રામાભાઈ ડામોર રહે. મૂળ રહે મહીસાગર હાલ રહે સુરેન્દ્રનગર વાળની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં દારૂનો જથ્થો ભરી આપનાર તરીકે અરવિંદભાઈ લાલજીભાઈ ઓતરાડીયા રહે. ચીરોડા અને દારૂ મંગાવનાર તરીકે ડિમ્પલબેન રહે. મોરબી વળાના નામ સામે આવેલ છે જેથી મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.