મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે: દર્શન-પૂજન માટે શિવભક્તો ઉમટી પડ્યા


SHARE











વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે: દર્શન-પૂજન માટે શિવભક્તો ઉમટી પડ્યા

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સ્વયંભૂ જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી તેની ઉજવણી કરવામાં આવે છે અને મંદિરના પટાંગણમાં જડેશ્વર દાદાની રવાડી નીકળશે અને ત્યારબાદ તે મેળાના ગ્રાઉન્ડ સુધી જશે અને મંદિરે રવડી પરત આવશે ત્યાર બાદ નિજ મંદિરમાં મહાઆરતી થશે અને પછી હજારો લોકો આજે ભંડારાનો લાભ લેશે.

શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર જે લોકમેળા યોજાઇ છે તેનો સર્વ પ્રથમ મેળો મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાતો હોય છે ગઈકાલે આ મેળાને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને કાંતિભાઈ અમૃતિયા તથા મંદિરના મહનત રતિલાલ મહારાજ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે કે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ છે અને આજે પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મંદિરના પટાંગણમાંથી જડેશ્વર દાદાની રવડી શરૂ કરવામાં આવશે અને મેળાના ગ્રાઉન્ડ સુધીમાં જડેશ્વર દાદાની રવાડી જશે ત્યાર બાદ મંદિરના પટાંગણમાં રવાડીને પૂરી કરવામાં આવશે અને પછી જડેશ્વર દાદાની મધ્યાહન મહાઆરતી યોજાશે જેનો હજારો શિવભક્તો લાભ લેશે અને ત્યારબાદ ભંડારો અને મહાપ્રસાદ યોજાશે જેનો જડેશ્વર દાદાના દર્શન, પૂજન અને મેળાનો લાભ લેવા માટે આવેલા શિવભક્તો લાભ લેશે.






Latest News