વાંકાનેરની પંચવટી સોસાયટીમાં ઘરમાંથી 60 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: હળવદમાં 10 બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE








વાંકાનેરની પંચવટી સોસાયટીમાં ઘરમાંથી 60 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: હળવદમાં 10 બોટલ દારૂ સાથે એક પકડાયો
વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર પંચવટી સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી 60 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી 66000 ની કિંમતનો દારૂ અને મોબાઈલ મળીને 71 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી હતી તેમજ માલ આપનારનું નામ સામે આવ્યું હોય બે શખ્સો સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર પંચવટી સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ મકવાણાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 60 બોટલ મળી આવતા પોલીસે 66,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો તેમજ 5,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ મળીને 71,000 ના મુદ્દામાલ કબ્જે કરીને આરોપી જીગ્નેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણા (23) રહે. પંચવટી સોસાયટી, વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેને હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને માલ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદમાંથી 10 બોટલ દારૂ સાથે એક પકડાયો
હળવદના ધાંગધ્રા દરવાજા પાસેથી પસાર થઈ રહેલા શખ્સના હાથમાં થેલી હોય તેને ઉભો રાખીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની કુલ મળીને 10 બોટલો મળી આવતા પોલીસે 1,000 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહેશભાઈ જગદીશભાઈ પાટડીયા (26) રહે. ભવાનીનગર ઢોરો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
