મોરબીથી ઉદયપુર વાયા અમદાવાદ એસટી બસનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે વર્ષોથી આપેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરતા કેમ નથી !, નોટિસ આપીને ખુલાસો પૂછો: કાંતિભાઈ અમૃતિયા
SHARE
વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે વર્ષોથી આપેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરતા કેમ નથી !, નોટિસ આપીને ખુલાસો પૂછો: કાંતિભાઈ અમૃતિયા
ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામના વિકાસ માટે થઈને પ્રવાસન વિભાગ અંતર્ગત જુદા જુદા પ્રખ્યાત યાત્રાધામોના વિકાસ માટે થઈને ગ્રાન્ટો આપવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી નજીકના જડેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે થઈને એક બે નહીં પરંતુ વર્ષો પહેલા 6 કરોડની ગ્રાન્ટ મજૂર કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ દ્વારા સમયસર તે ગ્રાન્ટનો ઉપયોગ કરીને કામ કરાવવામાં આવ્યો નથી તે હક્કિત છે જેથી તાજેતરમાં જડેશ્વર મંદિરે યોજાયેલ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્યએ વાંકાનેરના પ્રાંત અધિકારીને જડેશ્વર મંદિરના વિકાસ માટે મંજુર કરાયેલ ગ્રાન્ટ કેમ વપરાઇ નથી તે બાબતે નોટિસ આપીને ખુલાસો પુછવામાં આવે અને અત્યાર સુધી શું કામ કર્યું તેને લઈને આગામી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ગુંજે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
મોરબી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધિ યાત્રાધામો જેમાં જડેશ્વર મહાદેવ મંદિર, માટેલ મંદિર તેમજ ટંકારાના વિકાસ માટે તેને સરકારમાંથી યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રવાસન હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે પરંતુ કોઈ કારણોસર વર્ષોથી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પણ આજની તારીખે સ્થળ ઉપર કામગીરી કરવામાં આવી નથી તે હકીકત છે જો મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ તો ત્યાં વિકાસ કામ માટે લગભગ 6 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ વર્ષ 2016 થી જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે તેવો વર્ષ 2024 માં પણ ઉપયોગ કરવામાં આવેલ નથી અને માત્ર સવા કરોડ રૂપિયાનો ખર્ચ કરીને પેવર બ્લોક તેમજ સ્ટ્રીટ લાઇટની પાસેરામાં પૂણી જેટલી કામગીરી કરવામાં આવેલ છે. જો કે, આજની તારીખે લગભગ સાડા ચાર કરોડથી વધુની ગ્રાન્ટ વપરાય નથી જેથી મેળાના ઉદ્ઘાટન સમયે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વાંકાનેરના પ્રાંત અધિકારીને ટકોર કરતા કહ્યું હતું કે સરકારમાંથી વર્ષો પહેલા ગ્રાન્ટ આપી દેવામાં આવી છે તેમ છતાં પણ જડેશ્વર મંદિરના વિકાસ માટે કેમ ગ્રાન્ટ વરપવામાં આવેલ નથી તે બાબતે નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવે અને આ મુદ્દાને લઈને જરૂરી માહિતી તેઓને આપવામાં આવે જેથી આગામી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જડેશ્વર મહાદેવ મંદિરના વિકાસનો મુદો ચર્ચાનો વિષય બને તો નવાઈ નથી.