મોરબી જીલ્લામાં જુગારની 6 રેડ: 1 મહિલા સહિત 21 જુગાર રમતા પકડાયા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર એકે હોટલ નજીકથી તમંચા સાથે એકની ધરપકડ
SHARE









મોરબી વાંકાનેર હાઇવે ઉપર એકે હોટલ નજીકથી તમંચા સાથે એકની ધરપકડ
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ એકે હોટલ નજીક રવિરાજ પાનની કેબિન પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી 2,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ એકે હોટલ નજીક રવિરાજ પાનની કેબીન પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને એસઓજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો મળી આવ્યો હોય પોલીસે 2,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સાગરભાઇ ચતુરભાઈ દારોદરા (28) રહે. વીસીપરા અમરેલી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
