હળવદના સુંદરીભવાની ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરતાં વીજકર્મીનું શોર્ટ લાગવાથી મોત
મોરબી જીલ્લામાં જુગારની 6 રેડ: 1 મહિલા સહિત 21 જુગાર રમતા પકડાયા
SHARE









મોરબી જીલ્લામાં જુગારની 6 રેડ: 1 મહિલા સહિત 21 જુગાર રમતા પકડાયા
મોરબી જીલ્લામાં હળવદ, માળીયા, મોરબી, ટંકારા અને વાંકાનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની જુદીજુદી 6 રેડ કરવામાં આવી હતી જેમાં એક મહિલા સહિત કુલ મળીને 21 લોકોને જુગાર રમતા પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી કુલ મળીને 42185 ની રોકડ કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદ તાલુકાના ખેતરડી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી બળદેવભાઈ વિરજીભાઈ દેકાવાડીયા (25), મહેશભાઈ હરજીભાઈ દેકાવાડીયા (27), લાખુભાઈ ઉર્ફે લાખાભાઈ ધીરુભાઈ ડુમાણીયા (26), શૈલષભાઇ ગનીભાઇ દેકાવાડીયા (19), મહિપતભાઇ સાદુરભાઇ દેકાવાડીયા (29), અવચરભાઇ જેસીંગભાઇ દેકાવાડીયા (42), ટીનાભાઇ ચતુરભાઇ દેકાવાડીયા (31), દેવજીભાઈ પોપટભાઈ દેકાવાડીયા (26) અને હર્ષદભાઈ ચંદુભાઈ બોરાણીયા (22) રહે. બધા ખેતરડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 17,500 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
વાંકાનેર જુગાર
વાંકાનેરના નવાપરામાં હનુમાન મંદિરની પાછળના ભાગમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રદીપભાઈ રઘુભાઈ સરાવાડીયા (20), રાહુલભાઈ હમીરભાઈ ગાંભા (22) અને જોસનાબેન જયંતીભાઈ બાવળીયા (40) નામના ત્રણ વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જોકે પોલીસને જોઈને કાનાભાઈ શિવાભાઈ કોળી રહે. નવાપરા વાંકાનેર વાળા નાસી ગયેલ હોય હાલમાં પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 1,900 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે
મોરબી વરલી જુગાર
મોરબીમાં કબ્રસ્તાન રોડ ઉપર જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હરેશભાઈ પ્રેમજીભાઈ ઝંઝવાડીયા (27) રહે. વીસીપરા મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 1,550 રૂપિયાની રોકડ સાથે તેની ઘરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
માળીયા મીયાણા જુગાર
માળીયા મીયાણાના નીરૂબેનનગર તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 435 રૂપિયા કબજે કર્યા હતા અને આરોપી અરજણભાઈ છગનભાઈ ચાડા 53 રહે નીરૂબેન નગર માળિયા મીયાણા વાળા ની ધરપકડ કરે છે
વીરપર ગામે જુગાર
ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રવિભાઈ મગનભાઈ સીપરા (35), સતિષભાઈ ચંદુલાલ મેણીયા (25) અને સાગરભાઇ રાજેશભાઈ બાવરવા (19) રહે. બધા વીરપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
લક્ષ્મીનગર જુગાર
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે કોળી વાસમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મુન્નાભાઈ નાનજીભાઈ ડાભી (25) રહે. જુના સાદુળકા, સુનિલભાઈ બાબુભાઈ રાણેવાડીયા (26) રહે. લક્ષ્મીનગર, સંજયભાઈ બાબુભાઈ રાણેવાડીયા (36) રહે. લક્ષ્મીનગર અને પ્રતાપભાઈ નથુભાઈ સાલાણી (26) રહે. ઇન્દિરાનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,200 ની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
