મોરબી વાંકાનેર હાઇવે ઉપર એકે હોટલ નજીકથી તમંચા સાથે એકની ધરપકડ
મોરબીની પારેખ શેરીમાં ઘર પાસે ઉભેલા વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ
SHARE









મોરબીની પારેખ શેરીમાં ઘર પાસે ઉભેલા વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ
મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરીમાં વૃદ્ધા પોતાના ઘર પાસે હતા ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા શખ્સે તે વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરી હતી અને નાસી ગયો છે જેથી 1.05 લાખના સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવાની ભોગ બનેલ વૃદ્ધાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દીપકભાઈ પારેખ (62)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક નંબર જીજે 10 એ 8593 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે પારેખ શેરીમાં હતા ત્યારે આરોપી ત્યાં બાઈક લઈને આવ્યો હતો અને ફરિયાદીના ગળામાં પહેરેલ સોનાનો દોઢ તોલાનો ચેનને બળજબરીપૂર્વક ઝૂટવી લઈને ચીલઝડપ કરી હતી અને ચેન લઈને આરોપી નાશી ગયેલ હતી જેથી 1.05 લાખના સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવાની ભોગ બનેલ વૃદ્ધાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ સી.એમ.કરકર ચલાવી રહ્યા છ
