મોરબીની પારેખ શેરીમાં ઘર પાસે ઉભેલા વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ
વાંકાનેરના માટેલ નજીક સીરામીક કારખાનાની લેબર કોલોનીની છત ઉપરની નીચે પટકાતાં તરુણનું મોત
SHARE









વાંકાનેરના માટેલ નજીક સીરામીક કારખાનાની લેબર કોલોનીની છત ઉપરની નીચે પટકાતાં તરુણનું મોત
વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં ક્વાર્ટરમાં રહેતો તરુણ રાત્રિના સમયે છત ઉપર સૂતો હતો અને ઊઠીને બાથરૂમ કરવા જતો હતો ત્યારે અકસ્માતે તે ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે તરુણનું મોત નિપજ્યું છે જેથી આ બનાવની મૃતકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ લેપર્ડ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા નિઝામુદ્દીન જબ્બરભાઈ નાઈ (44) નો 15 વર્ષનો દીકરો રમજાન નિઝામુદ્દીનભાઈ નાઈ સિરામિક કારખાનામાં આવેલ લેબર કોલોનીની છત ઉપર સૂતો હતો અને રાત્રિના સમયે તે બાથરૂમ કરવા માટે થઈને જઈ રહ્યો હતો દરમિયાન અકસ્માતે તે છત ઉપરથી નીચે પડી જતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે તેને એપેક્ષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે તરુણનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
