વાંકાનેરના માટેલ નજીક સીરામીક કારખાનાની લેબર કોલોનીની છત ઉપરની નીચે પટકાતાં તરુણનું મોત
મોરબીના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: લજાઈ ગામે જુગાર રમતા ૭ પકડાયા
SHARE









મોરબીના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: લજાઈ ગામે જુગાર રમતા ૭ પકડાયા
મોરબીના બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ ઓફિસ પાસેના પુલ ઉપરથી યુવાને મચ્છુ ત્રણ ડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીની બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા કરોતરા અમિત દેવરાજભાઈ (22) નામના યુવાને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જુના આરટીઓ ઓફિસ પાસેના પુલ ઉપરથી મચ્છુ ત્રણ ડેમમાં છંપલાવ્યું હતું ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટે થઈને શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
ટંકારાના લજાઇ પાસે જુગાર રમતા ૭ પકડાયા
ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં લજાઇ ગામથી ભરડીયા રોડ ઉપર જતા બજરંગ પોલીમર્સ કારખાનાની બાજુમાં આવેલ વાડીની ઓરડીની બહાર જાહેરમાં જુગારની રેડ કરી હતી.ત્યારે ચીમનભાઈ ચંદુભાઈ ભાભોર, સુરસિંહ ભનાભાઈ છપનીયા, કેવલભાઈ નાનસિંહ મેડા, નિલેશભાઇ રમેશભાઈ ભુરીયા, ઇન્દ્રભાઇ બસુભાઇ બીલવાલ, કેરલાભાઇ રેમલીયાભાઇ મેડા, દિનેશભાઇ બસુભાઇ સીંગાડ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસ ૩૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે તેઓની ધરપકડ કરેલ છે.
