મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ મહિલા સહિત આઠ જુગાર રમતા પકડાયા


SHARE

















મોરબીમાં ત્રણ મહિલા સહિત આઠ જુગાર રમતા પકડાયા

મોરબી એ ડીવીઝન પોલીસે બાતમી આધારે ફલેટમા રેડ કરતા ત્રણ મહિલાઓ સહિત આઠ લોકો જુગાર રમતા મળી આવતા ગુનો નોંધી આગળની તપાસ કરી હતી.
પોલીસે શ્યામ રેસીડેન્સીમાં આવેલ તુલસીવૃંદ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 702માં આજે તા.6ના રાત્રીના એકાદ વાગ્યે રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમી રહેલા દિનેશ વેલજીભાઈ ઓગણજા (42) રહે. તુલસીવૃંદ એપા., શ્યામ રેસીડેન્સી મુળ દહીંસરડા (આજી), જય કેતનભાઈ સવસાણી (24) રહે. તુલસીવૃંદ એપાર્ટમેન્ટ મુળ દહીંસરડા (આજી), યશ રાજેશભાઈ ઘોડાસરા (26) રહે. કશ્યપ પેલેસ ડિવાઈન પાર્ક સોસાયટી, કંડલા બાયપાસ, મુળ ઓટાળા તા.ટંકારા, હિમાંશુ મનસુખભાઈ ઓગણજા (23) રહે. પ્રમુખ સ્વામી સોસાયટી, પંચાસર રોડ, મોરબી, મુળ દહીંસરડા (આજી), જયશ્રીબેન દિનેશભાઈ ઓગણજા (35) રહે. તુલસીવૃંદ એપા., મોનીકાબેન યશભાઈ ઘોડાસરા (29) રહે. ડિવાઈનપાર્ક સોસાયટી અને આરઝુબેન હિમાંશુભાઈ ઓગણજા (22) રહે. પ્રમુખસ્વામી સોસાયટી જુગાર રમતા મળી આવતા રોકડ રૂા.5170 સાથે પકડી પાડીને જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

જેતપર રોડે અકસ્માત

મોરબીના જેતપર રોડ બેલા ગામ નજીક પોલો સર્કલ પાસે બાઈક સાથે બાઈક અથડાતા આયુષ મનુભાઈ ડાહીમા (18) રહે. સિયારામ સિરામીક પાસે પાવડીયારી જેતપર રોડ અને કિશન મનસુખભાઈ ઉધરેજા (ઉ.22) રહે. સરંભડા, તા.હળવદને ઈજા થતા સારવારમાં ખસેડાયા હોય તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ તપાસ કરી હતી. જયારે રવાપર રોડ, સોમનાથ સોસાયટી પાસે બાઈક અકસ્માતમાં ઈજા થતા મનજીભાઈ અવચરભાઈ કંઝારીયા (40) રહે. જણાની વાડી, ગોકુલનગર પાછળ, શનાળાને અત્રેની ઓમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.

વૃદ્ધા સારવારમાં

મોરબી વસંત પ્લોટ, વિર હાઈટ ખાતે રહેતા કલ્પનાબેન મુકેશભાઈ દોશી (ઉ.66) બાઈકમાં જતા હતા ત્યારે કુતરુ આડુ ઉતરતા પડી ગયા હોય સારવારમાં ખસેડાયા હતા. જયારે કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે રહેતા મરજીનાબેન કાઠીયાવાડી (30)ને ઘર પાસે મારામારીમાં ઈજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેમજ છાત્રાલય રોડ, ઉમા લેબોરેટરી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં કુલસુમબેન અબ્દુલભાઈ અબ્બાસી (ઉ.70) રહે. તલાવડીવાસ, શક્તિચોક પાસે અત્રે ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હતા.

વૃદ્ધ સારવારમાં

મોરબીના બેલા (આમરણ) ગામે વધુ પડતી ઘેનની ટીકડીઓ ખાઈ જતા કરશનભાઈ લાલજીભાઈ પડસુંબીયા (ઉ.94)ને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લવાયા હોય તાલુકા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.જયારે રવાપર ગામે ક્રિષ્ના સ્કુલ નજીક બાઈક આડે અચાનક ખુંટીયો આડો ઉતરતા બાઈક પલ્ટી મારી જતા પિતા પાછળ બેસીને જઈ રહેલા રૂદ્ર અશોકભાઈ કલોલા નામના 13 વર્ષના બાળકને સારવારમાં ખસેડાયો હતો.

ઈલે. શોટ લાગતા સારવારમાં

નાની બજારમાં રમતી વખતે ઈલેકટ્રીક શોટ લાગતા નવાઝ અવેશભાઈ બ્લોચ રહે. મકરાનીવાસ, મોરબી નામની સાત વર્ષના બાળકને સિવિલે ખસેડાયો હતો. જયારે ઘરે મારામારીમા ઈજા થતા સરતાજબેન સલીમભાઈ શાહમદાર (32) રહે. વજેપરને સારવારમાં લઈ જવાયા હતા તેમજ રવાપર ગામે ચોકડી નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા જયાબેન વાઘજીભાઈ વામજા (72) રહે. વિરપર, તા.ટંકારાને સારવારમાં ખસેડાયા હતા.

જયારે પંચાસર રોડે બાઈક અકસ્માત બનાવમાં ઈજા થતા સહદેવ કરમશીભાઈ ડાભી (31) રહે. રોલા રાતડીયાની વાડી પંચાસર રોડને સારવારમાં લઈ જવાયો હતો અને જેતપર રોડ જુની પીપળી ગામ પાસે બાઈકમાંથી પડી જતા દિપકભાઈ રમેશભાઈ પંડયા (42) રહે. ભક્તિનગર સોસાયટી, મોરબીને દવાખાને સારવાર માટે ખસેડાયા હતા




Latest News